Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

ગુજરાતી સાહિત્યનુ અનોખુ નામ ’દલપતરામ’

ઝાઝું ઝેર......
કોઈ કહે અતિ ઝેર વિંછીતણા આંકડામાં,
કોઈ કહે ઘણું સરપના તનમાં,
કોઈ કહે હોય ઝેર વેરીના વચનમાં,
કોઈ કહે ઝેરતણાં ઝાડ ઝેરી વનમાં,
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
ઝાઝું ઝેર સૌથી ઝેરી માણસના મનમાં....

નામ એક, કાર્ય જુદા...
સૃષ્ટીમાંહી હોય છે ઘણાકતણું શેઠ નામ.
એક તો કંજુસ અને એક તો ઉદાર છે,
એક વાદળી તો વિશ્વમાંહિ વર્ષનાર છે,
એક કરો આકાશથી પડી નેવાં ફોડી નાંખે,
એક કરો જુઓ અર્ધ ઘરનો આધાર છે,
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
કનક ધંતુરો હેમ કેવો ફેરફાર છે.

ગમાર
કન્યાનું માગું કરે, એ તો સૌ સંસાર,
પણ વહુનું માગું કરે, એ પણ ગમાર.

દલપતરામ-

અસ્વીકરણ